રાજકોટ પૂર્વ: વડ વાજડીના અનુસૂચિત જાતિ વિસ્તારમાં રોડ, પાણી સહિત પ્રાથમિક સુવિધાનો અભાવ
રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ વડ વાજડી ગામમા આવેલ અનુસુચિત જાતિના વિસ્તારમા પ્રાથમીક સુવીધાનો અભાવ હોવાથી મુશ્કેલી પડી રહી હોવાની રજુઆત આજે આવેદન પાઠવી કલેકટરને કરવામા આવી હતી.ગામમાં આશરે 30 વર્ષથી વસવાટ કરતા અનુસૂચિત જાતિના 50 જેટલા પરિવારોએ આજે કલેકટરને આયોજનપત્ર આપવા પહોંચ્યા હતા અને પાણી રોડ રસ્તા સહિત પ્રાથમિક સુવિધા ને લઈ રજૂઆત કરી હતી.