સુરત લીંબાયત પોલીસ ચોપડે નોંધાયેલા રૂપિયા 7 લાખની ખંડણી અને કાર પડાવી લેવાના કેસમાં યુસુફ પઠાણ અને તેના સાગરીત ઇરફાન હુસૈન ની ધરપકડ કરી હતી. ચાલુ તપાસ દરમ્યાન બંને આરોપીઓની લુણાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 5.50 કરોડના સાયબર ફ્રોડ કેસમાં સંડોવણી સામે આવી હતી.જેથી આરોપીના સાગરીત ઇરફાનનો કબજો લુણાવાડા પોલીસે મેળવ્યો હતો.જ્યારે આરોપી યુસુફ પઠાણ હાલ રિમાન્ડ.પર હોવાથી આગામી દિવસોમાં તેનો પણ કબજો મેળવી કાર્યવાહી હાથ ધરાશે.