જૂનાગઢ: મહાનગરપાલિકા કચેરી ખાતે યુનિટી માર્ચ પદયાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ,ધારાસભ્યએ લોકોને સહભાગી થવા અપીલ કરી
જુનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે યુનિટી માર્ચ પદયાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી.સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રાનો તારીખ 9 નવેમ્બરના રોજ જુનાગઢ થી પ્રારંભ થશે. 8.6 કિલોમીટરની પદયાત્રામાં સંસ્થાઓ અગ્રણીઓ વિવિધ સમાજના નાગરિકો શૈક્ષણિક સંસ્થાઓ સહભાગી થશે..કાર્યક્રમ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ પણ નાગરિકોને સહભાગી થવા અપીલ કરી છે.