હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ હુડા રદ કરવા માટે 95 દિવસ કરતા વધુ સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે અનેં 11 ગામના મિલ્કતધારકો વિરોધ દર્શાવી રહ્યા હોવા છતાંય સરકાર દ્વારા હજુ કોઈ નિર્ણય ના કરવામાં આવતા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં હિંમતનગર શહેર સજ્જડ બંધ જોવા મળ્યું છે સાથેજ હિંમતનગર એપીએમસી માર્કેટિંગ યાર્ડ પણ સજ્જડ બંધ રહ્યું હતું જોકે આ સમગ્ર બાબતે એપીએમસી ચેરમેન જયેશભાઈ પટેલે આપી પ્રતિક્રિયા