વડોદરા: છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ઓલ્ડ પાદરા રોડ ઉપરથી ઝડપી પાડ્યો
વડોદરા : ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે વાઘોડિયા રોડ ખાતે રહેતો રાજેશ ચાવડા મકરપુરા પોલીસ મથક ખાતે નોંધાયેલ 5.87 લાખની છેતરપિંડીમાં સંડોવાયેલો છે અને હાલમાં તે ઓલ્ડ પાદરા રોડ ખાતે હોવાની મળેલી માહિતીને આધારે પોલીસે સ્થળ પર પહોંચી તેને ઝડપી પાડ્યો હતો તપાસ કરતા તે આ ગુનામાં છેલ્લા ચાર મહિનાથી વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું હતું ક્રાઈમ બ્રાન્ચે તેને વધુ કાર્યવાહી માટે મકરપુરા પોલીસ મથકને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.