માણસા: ચરાડા પેટ્રોલ પંપ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત: એક યુવકને ગંભીર ઇજાઓ#Accident
બિલોદરા ગામના હસમુખભાઈ કાનજીભાઈ પ્રજાપતિનો દીકરો નૈનેશ તથા આશિષ વનરાજસિંહ ચાવડા નોકરીથી ઘરે આવતા હતા. તે દરમિયાન ચરાડા પેટ્રોલ પંપ પાસે બિલોદરાથી આવતા બાઈક ચાલકે નૈનેશના બાઈકને ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં નૈનેશને માથાના ભાગે હેમરેજ તથા ફ્રેક્ચર થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત અંગે ઈજાગ્રસ્તના પિતાએ માણસા પોલીસ મથકમાં GJ 009 AR 4262 નંબરના બાઈક ચાલક વિરુદ્ધ રવિવારે બપોરે 3:30 વાગ્યે ફરિયાદ નોંધાવી હતી.