ભુજ: ભુજમાં ગૌવંશ કતલ કેસ મામલે મુસ્લિમ સમાજ દ્વારા એસપી કચેરીનો ઘેરાવ
Bhuj, Kutch | Mar 30, 2026 ભુજમાં ગૌવંશ કતલ કેસ મામલે મુસ્લિમ સમાજ દ્વારા એસપી કચેરીનો ઘેરાવ ભુજમાં ગૌવંશ કતલના કેસમાં દહીંસરાના બે મુસ્લિમ યુવાનોની ધરપકડ બાદ વિવાદ વકર્યો છે.મુસ્લિમ સમાજનો આરોપ છે કે આ યુવાનો નિર્દોષ છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.આજે મોટી સંખ્યામાં લોકોએ એસપી કચેરીએ એકત્ર થઈ નિષ્પક્ષ તપાસની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ જાળવવા અપીલ કરાઈ છે.