મહે.ના પહાડ ગામે ઔડાના સદભાવના ફંડ હેઠળ વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યોનું ધારાસભ્યશ્રીના હસ્તે કરાયું ખાતમુહર્ત. ત્યારે આ પ્રસંગે ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ સાથે પૂર્વ ધારાસભ્યશ્રી ગૌતમસિંહ ચૌહાણ, ભાજપ તાલુકા પ્રમુખશ્રી વિષ્ણુસિંહ ડાભી જેવા અનેક મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગ્રામજનો દ્વારા આ વિકાસના કાર્યોને લઈને સરકારશ્રી, ધારાસભ્યશ્રી તૅમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.