ગાંધીધામ શહેર અને આદિપુર માં LPG ગેસ સિલિન્ડરની અછતનો પ્રશ્ન આજે પણ યથાવત રહ્યો છે. શહેરની વિવિધ ગેસ એજન્સીઓ બહાર સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. ઘણા ગ્રાહકોને સિલિન્ડર મેળવવા માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. સમયસર સપ્લાય ન મળતાં ખાસ કરીને ગૃહિણીઓ રસોઈના કામમાં મુશ્કેલી અનુભવી રહી છે. કેટલાક લોકોએ જણાવ્યું કે બુકિંગ કર્યા બાદ પણ સિલિન્ડર પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે.તાત્કાલિક સમસ્યાનું સમાધાન લાવવા માંગ ઉઠી રહી છે.