ઓલપાડ: લવાછા, મોર, અણીતામાં રૂ.1.47 કરોડના ખર્ચે 3 કેન્દ્રો શરૂ થયા
Olpad, Surat | Oct 11, 2025 વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે ઓલપાડ તાલુકાના લવાછા, મોર અને અણીતા ગામોમાં રૂ. 1.47 કરોડના ખર્ચે નવનિર્મિત ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ લવાછા ખાતે યોજાયો હતો, જેમાં સાંસદ મુકેશ દલાલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ આડમોર, દાંડી સહિતના ગામોના સરપંચો અને કાર્યકરો સાથે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો અને કામગીરીની સમીક્ષા પણ કરી હતી.