ઠાસરાના રાણીયામાં મોટાભાઇના ઘરે રમવા ગયેલા નાનાભાઇની દિકરીને જમવાનુ ન આપતા નાનોભાઇ ઠપકો આપવા જતા ઝઘડો થયો હતો. જે બાદ ચાર શખ્સોએ યુવકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ઠાસરા પોલીસે સામસામી ફરિયાદ લઇ પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.