સતલાસણા: વાવ ચોકડીથી અજાણી મહિલા મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી પરિવારને શોધી લીધો
સતલાસણાના વાવ ચોકડી પર એક મહિલા એકલા મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. સતલાસણા પોલીસ મહિલાને પોતાની સાથે લઈ ગયા હતા અને તેમના ઘર વિશે એનકેન પ્રકારે પુછતા પાટણના હોવાનું માલુમ પડતા પોલીસે પાટણ ખાતે તેમના પરિવારને જાણ કરતા પરિવાર તેને લેવા નિકળી ગયા હોવાનું જાણવા મળેલ છે. મળતી માહિતી મુજબ મહિલાનું નામ અંકિતા જયનારાયણ શાહ હોવાનું જાણવા મળેલ છે. કેવી રીતે સતલાસણા પહોંચ્યા આવી કેમ હાલત થઈ એ પરિવાર આવ્યા પછી જ જાણી શકાશે.