માણાવદર પોલીસ મથકે રમેશભાઈ સુરદાસભાઈ ઠાકરે દ્વારા જાહેર કરાયું હતું કે તેમના પુત્ર રાજ (ઉંમર વર્ષ ૧૮)નું કોઈ અગમ્ય કારણોસર તબિયત બગડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હોવાનું જાહેર કરાયું છે. ઘટનાની જાણ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃત્યુ અંગે વધુ તપાસ હાથ ધરી છે.