કાલોલ: કાલોલ ના કનેટીયા ગામે ઇલેક્ટ્રીક બોર્ડમાં વાયર જોડતા ૨૦ વર્ષીય યુવક નુ કરંટ લાગતા મોત
કાલોલ તાલુકાના કનેટીયા ગામના મોટા ફળીયા મા રહેતા અનિલકુમાર મગનભાઈ પરમાર ઉ.વ. ૨૦ નાઓ તેઓના ઘરમાં લગાવેલ ઈલેક્ટ્રીક બોર્ડનો વાયર જોડતા હતા તે વખતે અચાનક હાથના તથા છાતીના ભાગે ઈલેક્ટ્રીક કરંટ લાગતા કાલોલ સરકારી દવાખાને લાવતા મરણ પામ્યા હતા બનાવની જાણ થતાં કાલોલ પોલીસ તરત જ રેફરલ હોસ્પિટલ ખાતે પોહચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.