જૂનાગઢ: ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાજી માતાજીના મંદિર ખાતે આસો નવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાજી માતાજીના મંદિર ખાતે આસો નવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ નોરતાના દિવસે જ અંબાજી મંદિરના ગર્ભ ગૃહ માં ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું તેમજ નવ દિવસ સુધી માતાજીના ચંદીપાઠ, મંત્રોજાપ અને અનુષ્ઠાન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે અને બાદમાં અષ્ટમીના દિવસે હવન રૂપે માતાજીનું યજ્ઞ કરવામાં આવશે.