હાલોલની હોટલ નવજીવન નજીક આજે મંગળવારે સવારના સમયે એક બાઇક સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક મનોજકુમાર કાંતિભાઈ પાટીલને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાલ યુવકની સારવાર ચાલી રહી હોવાનુ જાણવા મળ્યું છે