વાંસદા: પર તાપી રિવરલિંક પ્રોજેક્ટ રદ કરવા બાબતે વાંસદા ભાજપ જનરલ સેક્રેટરી એ આપી માહિતી
Bansda, Navsari | Sep 15, 2025 દક્ષિણ ગુજરાતમાં હાલમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંગે ભાજપના અગ્રણીઓનું કહેવું છે કે સરકાર દ્વારા આ યોજના પહેલેથી જ રદ કરી દેવામાં આવી છે. પરંતુ, બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા લોકો સમક્ષ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્રોજેક્ટ હજુ સુધી રદ થયો નથી. ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આરોપ મૂક્યો છે કે ખોટી માહિતી આપીને લોકમતને ભ્રમિત કરવામાં આવી રહ્યું છે.