સતલાસણા: ભાલુસણા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી તેમજ કોઝવેનું ખાત મુહુર્ત કરાયું
સતલાસણાના ભાલુસણા ગામે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ વિકાસ સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો હતો જ્યારે ભાલુસણાથી આશ્રમ માર્ગ સુધીના કોઝવેનું ખાત મુહુર્ત પણ કર્યું છે. ડીપ નાનો હોવાથી કોઝવેની માંગને ધારાસભ્ય દ્વારા પુર્ણ કરવામાં આવી છે. સાથે જ વિકાસ સપ્તાહમાં સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી છે. સરદારભાઈ ચૌધરીની સાથે સ્થાનિક ભાજપ કાર્યકરો પણ હાજર રહ્યા હતા