ગણદેવી: ગુજરાતના માછીમારો માટે ઐતિહાસિક રાહત: ડીઝલ સબસિડી કાર્ડ વિતરણ બાદ સી.આર. પાટીલનો આભાર વ્યક્ત
ગુજરાત સરકાર દ્વારા 26 માર્ચ 2025ના રોજ માછીમારોના હિતમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયના પગલે 11 સપ્ટેમ્બર 2025ના રોજ ધોલાઈ બંદર ખાતે નવસારી અને વલસાડ જિલ્લાના માછીમારોને ડીઝલ સબસિડી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આ અવસરે માછીમારોના વર્ષોથી ચાલી રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સહાય કરવા બદલ સુરતમાં નવસારીના સાંસદ અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલને ધોલાઈ બંદરના એસોસિએશન આગેવાનો દ્વારા ઋણ સ્વીકાર મુલાકાત લઈ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.