વડોદરા: અકોટાની મહાત્મા ગાંધી હાઈટ્સના લોકોનો નવા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ,બમણું બીલ આવતું હોવાના આક્ષેપ
વડોદરા : શહેરમાં ફરી એક વખત નવા સ્માર્ટ વીજ મીટરનું ભૂત ધુણ્યું હતું. અકોટા વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી હાઇટ્સના રહીશોએ રેશકોર્ષ વિદ્યુત ભુવન ખાતે પ્લે કાર્ડ લઈ બમણું બિલ આવતું હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને જૂના મીટર પરત લગાવી આપવા માંગણી કરી હતી.લોકોનું કહેવું છે કે,બે મહિનાનું જે બિલ આવતું હતું.એ મહિનામાં આવતું થઈ ગયું છે અને ક્યારે પણ બિલ આવીને આપી જાય છે.જેથી નવા સ્માર્ટ મીટર કાઢી જુના મીટરો પરત આપવા માંગ કરી હતી.