ભાભર: નશાબંધી અને બૂટલેગરો મુદે મહેસાણામાં વિશાળ જન સભામાં લોકોને ઉપસ્થિત રહેવા સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયામાં જાહેર અપીલ કરી
સમગ્ર રાજ્યમાં દારૂ જુગાર કેફી પીણાં ના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે આ મુદે રાજ્ય સરકારના કાન ઉઘડવા સાંસદ ગેનીબેન સહિત કોંગ્રેસ મેદાને ઉતરી છે ત્યારે આજે બપોરે 1 કલાકે ભાભર ખાતે થી જાહેર જનતાને મહેસાણા તારીખ-૨૯/૧૧/૨૦૨૫ રોજ ઉત્સવ પાર્ટી પ્લોટ,સોમનાથ ચોકડી! પાસે વિશાળ જન સભામાં ઉપસ્થિત રહેવા આહવાન કર્યું હતું