કપરાડા: વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને તાત્કાલિક રાહત પેકેજની માંગ અંગે પ્રતિક્રિયા આપી
Kaprada, Valsad | Sep 29, 2025 વાવાઝોડા અને અતિભારે વરસાદથી વલસાડ-ડાંગ લોકસભા મતવિસ્તારમાં વ્યાપક નુકસાન થયાના અનુસંધાને સાંસદ શ્રી ધવલભાઈ પટેલે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની લેખિત રજૂઆત કરી છે. સુરવાડા ગામમાં ઘરોના છાપરા ઉડી ગયા, બોટ તૂટી ગઈ અને લોકોને ઈજા પહોંચી. સિણધઈ ગામમાં આશરે ૨૫૦ ઘરોને નુકસાન તથા ખેતી-બાગાયતી પાકને ભારે અસર થઈ છે. કપરાડા, ચીખલી અને ધરમપુરમાં વરસાદ વાવાઝોડાથી માર્ગ વ્યવહાર ખોરવાયો છે...