નવસારી: નવસારી એલ.સી.બી.ની મોટી સફળતા, આશા રાઈસ મીલના બે રહસ્યમય ખૂનના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીની ઝડપી ધરપકડ
નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના બંધ પડેલા આશા રાઈસ મીલના પડતર બિલ્ડીંગમાં બનેલા બે રહસ્યમય હત્યાના બનાવોનો નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ પોતાની પૂર્વ પત્ની તથા તેની મહિલા મિત્રની અલગ અલગ દિવસે હત્યા કરી હતી. બંને ખૂનના બનાવો બાદ વિસ્તારમાં ચકચાર મચી હતી. પોલીસે તકનીકી સર્વેલન્સ, ગુપ્ત માહિતી અને સ્થળ પરથી મળેલા પુરાવાના આધારે તપાસ હાથ ધરી હતી.