નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ફટાકડાની દુકાન બંધ કરાવવાની ઘટનાને લઈને કોંગ્રેસ ભાજપ આમને સામને આવી ગઈ હતી. રવિવારે રાત્રિ દરમિયાન કોંગ્રેસ દ્વારા ફટાકડાની ગેરકાયદેસર લાઇસન્સ વગર ચાલી રહી હોવાની દુકાનના આક્ષેપો સાથે દુકાન બંધ કરવામાં આવી હતી. જોકે આજે આજ દુકાન ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.