સરથાણામાંથી કોબ્રા સાપ નું ઝેર વેચવા આવેલા વડોદરાના પાંચ સહિત સાત શખ્સોને સુરત એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. રૂપિયા પાંચ કરોડથી પણ વધુની કિંમતના આ ઝેર વેચવા આવેલા શખ્સો ની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.ડીસીપી રાજદિપસિંહ નકુમે આપેલી માહિતી મુજબ,સાત પૈકીના બે શખ્સો પર દસ લાખનું દેવું થઇ ગયું હતું.જેથી અમદાવાદ નો ઘનશ્યામ સોની રૂપિયાની ઉઘરાણી કરતો હતો.જેથી દેવું વાળવા શખ્સો છેલ્લા એક વર્ષથી ઝેર વેચવા ફરી રહ્યા હતા.sog એ વધુ તપાસ હાથ ધરી છે.