બારડોલીના ત્રીજા અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ પી.ટી.રામ શ્રીમતિ પી. ટી. રામ, ની કોર્ટમાં માર્ગ અકસ્માતના 10 કેશ અને એન. આર. જૈન, ની કોર્ટમાં 7 કેશ મળી કુલ 17 કેસોમાં રૂપિયા બે કરોડનું વળતર ભોગ બનનારના પરિવારને વીમા કંપની દ્વારા એકજ દિવસમાં આપવામાં આવ્યા હતા. જેમાં માત્ર 8 માસના ટૂંકા સમયમાં 82 લાખનો ચેક આપવામાં આવ્યો.