નગરપાલિકા વિસ્તારમાં 120 માઇક્રોનથી ઓછી પાતળી થેલીના વપરાશ તથા વેચાણ પર પ્રતિબંધ લગાવાયો
Botad City, Botad | Sep 14, 2025
બોટાદ નગરપાલિકા વિસ્તારના તમામ રહીશોને જણાવવાનું કે, ભારત સરકારના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ અન્વયે ૧૨૦ માઈક્રોનબોટાદ શહેરની હદમાં ૧૨૦ માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક થેલી તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તથા ઉપયોગ કરવો નહીં. જેમાં કસુર થયેથી નિયમાનુસાર જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધિત સર્વે વેપારી તેમજ નાગરિકોએ નોંધ લેવા બોટાદ નગરપાલિકાદ્વારા જણાવવામાં આવે છે.