જીલ્લામાં 2025 માં માર્ચ મહિનામાં માર્ગ અકસ્માતો અને તેમાં થતા મૃત્યુ આંકમાં વધારો જોવા મળ્યો હતો. આ ગંભીર વધારાને ધ્યાનમાં રાખીને, જિલ્લા પોલીસ અધિક્ષક, ખેડા-નડિયાદના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. મુખ્ય ઉદ્દેશ માર્ગ અકસ્માતોમાં લોકોના જીવ બચાવવાનો હતો.લોકોના જીવ બચાવવા માટે, જિલ્લામાં વારંવાર અકસ્માતો થતા હોય તેવા કુલ 5 સ્થળોને 'બ્લેકસ્પોટ' તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.