ગોધરા: ગોધરા શહેરના જહુરપુરા શાકમાર્કેટ વિસ્તારમાં સામાન્ય બાબતે ઉગ્ર બબાલ, 3 વ્યક્તિ થયા ઇજાગ્રસ્ત
ગોધરાના જહુરપુરા શાકમાર્કેટ વિસ્તારમાં વીસ રૂપિયાની ફાટેલી નોટ બાબતે બે જૂથો વચ્ચે બબાલ થઈ. તડબૂચ વેચનાર દ્વારા નોટ સ્વીકારવામાં ન આવતા મહિલાએ નોટ પરત આપવા જતા તેની સાથે વીડિયો બનાવી હાથ પકડી છેડતી કરાઈ હોવાનો આક્ષેપ છે. મહિલાએ પતિને બોલાવતા ફ્રૂટ લારીચાલકો સાથે ઉગ્ર ઝઘડો થયો. ઝઘડામાં કેરેટ, વજનીયા અને છરાનો ઉપયોગ કરી હુમલો કરવામાં આવ્યો, જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા. મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ અને તપાસ શરૂ થઈ.