પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આજે સંગઠનાત્મક ગતિવિધિઓને વેગ આપવા અને આગામી મહત્વના કાર્યક્રમોના સુચારુ આયોજન માટે એક અગત્યની બેઠક યોજાઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સંગઠનના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો સહભાગી થયા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાર યાદી સુધારણા અભિયાનને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.