બારડોલી: બારડોલી ઉવા ગામના 54 વર્ષીય છીતુભાઈનું
નૂરી મીડિયા પાસે અકસ્માતમાં ઘટના સ્થળે મોત
Bardoli, Surat | Nov 20, 2025 બારડોલી તાલુકાના ઉવા ગામે રહેતા 54 વર્ષીય છીતુભાઇ રતિલાલભાઈ પટેલ પોતાના કામ માટે બારડોલી થી સુરત તરફ જતા કડોદરા પોલીસની હદમાં એક ટાટા ટેમ્પાએ પાછળથી ટક્કર મારતા ઘટના સ્થળે ગુરુવારે સાંજે મોત નીપજતા કડોદરા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ શરૂ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.