કેશોદ આજે મકરસંક્રાંતિના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જુનાગઢ સાથે સાથે કેશોદ શહેરમાં પણ વહેલી સવારથી જ ઉતરાયણનો રંગ છવાઈ ગયો છે. છતોથી લઈને ખુલ્લા મેદાનો સુધી પતંગ રસિકો ઉત્સાહભેર પતંગ ચગાવતા નજરે પડી રહ્યા છે. સવારથી જ અનુકૂળ અને ભારે પવન હોવાથી પતંગ ચગાવવાનો આનંદ બમણો થયો છે.આકાશમાં રંગબેરંગી પતંગો વચ્ચે ‘કાપ્યો છે… કાપ્યો છે…’ની ગૂંજ સંભળાઈ રહી છે. તો બીજી તરફ, ઉતરાયણની સાથે કાઠીયાવાડમાં પરંપરાગત રીતે લોકો ડાંડિયારાસની પણ મજા માણી રહ્યા છે