સિધ્ધપુર: સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે સ્વસ્થ નારી સશક્ત અભિયાન કાર્યક્રમનો જિલ્લા વ્યાપી શુભારંભ થયો
Sidhpur, Patan | Sep 17, 2025 દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિતે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર, પાટણ દ્વારા આયોજિત સ્વસ્થ નારી સશક્ત અભિયાન કાર્યક્રમનો જિલ્લા વ્યાપી શુભારંભ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને અને સાંસદ ભરતસિંહ ડાભીની ગરિમામય ઉપસ્થિતિમાં સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પહેલા સૌએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વર્ચુઅલી સાંભળ્યા હતા.