નડિયાદના કણજરીમાં ફોનમાં ખોટા મેસેજ કરવા બાબતે ઝઘડો થયો હતો.જે બાદ મેસેજ કરવા બાબતે ઠપકો આપતા શ્રમિકના કાંડા પર તીક્ષ્ણ હથિયાર કાંડા પર માર્યુ હતુ.જે બાદ સાત શખ્સોએ ભેગા મળી ઇંટોના ઘા કરતા એક મહિલાના મોઢા પર વાગતા ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે વડતાલ પોલીસે સામસામી ફરિયાદો લઇ 17 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.