ભેસ્તાન આવાસમાં માથાભારે શખ્સે યુવક પર કર્યો જીવલેણ હુમલો,વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Majura, Surat | Oct 11, 2025 ભેસ્તાન વિસ્તારમાં માથાભારે અરબાઝ બિલ્લીનો આતંક જોવા મળ્યો છે.સ્થાનિક વિસ્તારના યુવક પાસે નશા માટે રૂપિયા માંગ્યા હતા.જે રૂપિયા નહીં આપતા હુમલો કર્યો હોવાના આક્ષેપ ઇજાગ્રસ્ત યુવકના પરિવારની મહિલા જાસ્મિન અખ્તર શેખ દ્વારા કરવામાં આવ્યા છે.મહિલાએ આરોપ કર્યો છે કે અરબાઝ બિલ્લી ભેસ્તાન આવાસમાં માથાભારે તરીકેની છાપ ધરાવે છે.જે લોકો પાસેથી નશા માટે બળજબરીપૂર્વક રૂપિયા માંગે છે.રૂપિયા નહીં આપે તો હુમલો કરે છે.જેની સામે કાર્યવાહીની માંગ છે.