ધારી: ધારગણી ગામના યુવકને જાનથીમારવાની ધમકી
Dhari, Amreli | Sep 20, 2025 ધારગણી ગામના યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ ઢીકાપાટુનો મુંઢમાર પણ માર્યો હતો. બનાવઅંગેહસમુખભાઈ માલાભાઈ બગડા (ઉ.વ.૨૯) એ કલ્પેશભાઈ ગોવાભાઈ ગંગલ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમના ગામમાં આવેલા સ્મશાનના બિનઉપયોગી લાકડા કાપતાહતા. જે વાતનું આરોપીને લાગી આવતાં તેમની સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. તેમજ માથાના ભાગે લોખંડના પાઈપ વડે માર માર્યો હતો અને ઢીકાપાટુ માર્યા હતા.તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસ દ્વારા તપાસ શરૂ.