બેચરાજી: પૂર્વ ધારાસભ્યએ રાખેલ બાધા પૂર્ણ કરવા બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોર માં બહુચરના ધામ બહુચરાજી ખાતે પહોંચી દર્શન કર્યા
આજે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે ગેનીબેન માટે રાખેલી બાબત પૂર્ણ કરવા માટે બનાસકાંઠાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આવેલ માં બહુચરના સામે આવ્યા પહોંચ્યા હતા. તેમની સાથે બહુચરાજી નાં પૂર્વ ધારાસભ્ય ભરતજી, ઠાકોર, કલોલ નાં ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ગેનીબેને મા બહુચરના દર્શન કરી માં બહુચર ની પૂજા વિધિ કરી હતી.