વડોદરા: રાજ્યભરમાં 15 ઘરફોડ ચોરીને અંજામ,રીઢો ચડ્ડી બનીયનધારી દાહોમાંથી ઝડપાયો
વડોદરા : રાજ્યભરમાં 15 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા ચોરને વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો છે. ગત સપ્ટેમ્બર માસમાં વાઘોડિયા પોલીસ મથકની હદમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલાયો છે.પોલીસે ગોલ્ડન વેલી સોસાયટીમાં એન્ટ્રી અને એકઝીટના CCTV મહત્વની કડી બન્યા હતા.લોકેશન દાહોદનું મળતા પોલીસની એક ટીમે દાહોદ પહોંચી રીઢા તસ્કરને ઝડપી પાડ્યો હતો.તેના રિમાન્ડ મેળવી મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથધરી છે.