વિસનગર: વડુ ભાન્ડુ રોડ પર બાઇક લઈને નોકરીએ જવા નીકળેલ યુવકને ગાડીએ ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી, હાલત ગંભીર
વિસનગર તાલુકાના ખંડોસણ ગામનો યુવક બાઇક લઈને મહેસાણા નોકરીએ જવા માટે નીકળ્યો હતો. જ્યાં વડુ ભાન્ડુ રોડ પર કેનાલના નાળા પાસે પહોંચતા પુરઝડપે આવી રહેલ ગાડીએ ટક્કર મારતા યુવકને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે લાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. યુવકના ભાઈએ ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.