ધોળકા: દિવાળી નિમિત્તે ધોળકા ખાતે મેઈન બજારમાં ખરીદી કરવા લોકોની ભીડ જામી, પોલીસની પ્રશંસનીય કામગીરી
દિવાળીના પર્વ નિમિત્તે ધોળકાના મેઈન બજાર એવા ટાવર બજાર, કાથી બજાર. મોચી બજાર, ચોક્સી બજાર, દાણા બજાર, જામપીઠ બજાર, લકી ચોક, અલકા રોડ સહિતના બજાર વિસ્તારમાં તા. 19/10/2025,રવિવારે બપોરે ત્રણ વાગે ભારે ભીડ જામી હતી. લોકો ફટાકડા, મીઠાઈ, પગરખા, દીવડા, રેડીમેડ કપડાં સહિતની ચીજ વસ્તુઓ ખરીદતા નજરે પડ્યા હતા ધૂમ ઘરાકી ખુલતા દુકાનદારો ખુશ થઈ ગયા હતા.પોલીસ દ્વારા સારી કામગીરી બજાવવામાં આવી હતી.