જૂનાગઢ: તાલુકાના ઇવનગર, પાદરીયા અને પ્લાસ્વા ગામની મુલાકાત લેતા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા
જૂનાગઢ તાલુકાના ઇવનગર, પાદરીયા અને પ્લાસ્વા ગામની મુલાકાત લીધી અને ગ્રામજનો દ્વારા રજૂ થયેલા પ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કરી. આ તમામ પ્રશ્નોનું વહેલી તકે નિવારણ લાવવા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીનો હંમેશા એવો સિદ્ધાંત રહ્યો છે કે વિકાસની યાત્રા અંતિમ છેડાના માનવી સુધી પહોંચવી જોઈએ તેથી ઈવનગર પાદરીયા અને પ્લાસવામાં બહોળી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા સંજયભાઈ કોરડિયાએ પાદરીયા પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી.