જિલ્લામાં કુલ ૨૦થી વધુ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે, કલેકટર કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
Palanpur City, Banas Kantha | Jun 19, 2025
બનાસકાંઠા જિલ્લામાં ૨૧ મી જૂન ૨૦૨૫ના રોજ સવારે ૬ થી ૮ કલાક દરમિયાન જિલ્લામાં યોગ દિવસની ઉજવણી કરાશે. જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ,પાલનપુર ખાતે બનાસકાંઠા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ ૨૦ અલગ અલગ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. આ અંગે બનાસકાંઠા કલેકટર મિહિર પટેલે વધુ માહિતી આપી હતી.