ફરિયાદીએ પોતાના ખેતરમાં વાવેલા જીરાનાં પાક માટે તેમણે વિજાપરની સીમમાં આવેલી ભીખાલાલ જેઠાલાલ ઠક્કરની ટીબાવાળી તલાવડી પાસે પાણી લેવા મશીન લગાડયું હતું. જે બાબતનું મનદુ:ખ રાખી આરોપીઓએ ફરિયાદી પર લોખંડની ટામી વડે હુમલો કરી શરીરનાં ભાગે અને કમરનાં ભાગે ટામી વડે માર માયો હતો. જેમાં ફરિયાદીને શરીરે મુઢ ઈજાઓ પહોંચી હતી. જેથી આડેસર પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી