જૂનાગઢ: 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અન્વયે કલેકટર કચેરી ખાતે "રાષ્ટ્રીય એકતા દિવસ"ના શપથ લેવામાં આવ્યા
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિતે 31 ઓક્ટોબર ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે આજરોજ કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવામાં આવ્યા હતા. કલેકટર અનિલ કુમાર રાણાવશિયાએ શપથ લેવડાવ્યા હતા.