સીંગવડ: સિંગવડ ગામે રોહિત ફળિયામાં ગોગા મહારાજના નવા મંદિરનું ઉદ્ઘાટન કરાયું
Singvad, Dahod | Nov 24, 2025 આજે તારીખ 24/11/2025 સોમવારના રોજ સાંજે 4 કલાકે દાહોદ જિલ્લાના સિંગવડ ગામે સ્થિત રોહિત ફળિયામાં ગોગા મહારાજના નવા નિર્માણ પામેલા મંદિરનું ઉદ્ઘાટન વિધિવત રીતે યોજાયું.કાર્યક્રમ દરમિયાન દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર સહિત સ્થાનિક આગેવાનો ભક્તો ઉપસ્થિત રહી ગોગા મહારાજના દિવ્ય દર્શનનો લાભ લીધો અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. નવીન મંદિરનુ ઉદ્ઘાટન થતાં ગ્રામજનોમાં આનંદ અને ભાવનાત્મક ઉત્સાહ જોવા મળ્યો.