લખતર ખાતે આદલસર રોડ પર આવેલ વેલનાથ સોસાયટી માં સામાજિક બંધારણ સુધારણા સભાનું આયોજન કોળી ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પેઢી દર પેઢી થી ચાલી રહેલ કેટલાક રિવાજો વ્યસન મુક્તિ સગાઈ કે લગ્ન પ્રસંગમાં ચાલી રહેલા કેટલાક બિનજરૂરી વ્યવહારો જેમ કે દહેજ પ્રથા ખાનગીમાં પૈસાની લેતી દેતી વધુ પડતા સોના ચાંદીના દાગીનાઓના વ્યવહારો મોટા સાઉન્ડ વાળા ડીજે હાઈફાઈ વિડીયોગ્રાફી જેવી અનેક બાબતોને તેમજ અમુક સુધારા કરવા માટે ચિંતન શિબિર અને માર્ગદર્શન આપ્યુ