તાજેતરમાં મનપા દ્વારા નડિયાદમાં મેઘા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સરદાર ભુવનની જર્જરીત 48 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી છે જે બાદ આજે સરદાર ભુવન પાસે દુકાનો તોડવા દરમિયાન બંધ કરેલો માર્ગ ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આજે સ્થળ મુલાકાત લીધી હતી અને કાંસનુ નિરીક્ષણ કરી તરફ ટૂંક સમયમાં હવે કાંસની સફાઈ કામગીરી હાથ કરવામાં આવશે તેમ મીડિયા ને જણાવ્યું હતું