સુઈગામ: ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર પાણી નિકાલ માટેના ગરનાળાનું કામ શરૂ કરવામાં આવ્યું
ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર પાણી નિકાલ માટેના ગરનાળાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ક્રિષ્ના નર્સિંગ કોલેજ નજીક આ કામગીરી શરૂ થતાં વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો છે.દીવાળી પહેલા હાઈવે રોડનું સમારકામ થયું હોવા છતાં, પાણી નિકાલ માટેના બે ગરનાળાનું કામ બાકી રહી ગયું હતું. જેના કારણે વાહનચાલકોને લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.