જામનગરના વોર્ડ નંબર 6 દ્વારકાધીશ પાસે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ખેલાડીઓ માટે ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની ગઈકાલે પૂર્ણાહુતિ થઈ હતી. ફાઇનલ મેચ આદેશ અને હર શક્તિ ઇલેવન વચ્ચે યોજાયો હતો. જેમાં હરશક્તિ ઇલેવન વિજેતા થઈ હતી. વિજેતાઓને સ્થાનિક નગર સેવિકા જશુબા ઝાલા અને ભાજપ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજપાલભાઈ ગઢવી સહિતના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.