સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજથી બુધવારે રાત્રે ફાયનાન્સ પેઢીનો એક એજન્ટ ઉઘરાણી લઈને બાઈક પર હિંમતનગર તરફ આવી રહ્યો હતો ત્યારે દલપુર નજીક નેશનલ હાઈવે ૪૮ પર આવેલ એક ધાર્મિક સ્થળ પાસે બે અજાણ્યા બાઈક સવારોએ આવી જાણી જોઈને અથવા તો અગાઉથી કરેલી રેકી બાદ ફાયનાન્સના આ એજન્ટની આંખોમાં મરચાની ભૂકી નાંખી માર મારી તેની પાસેથી અંદાજે રૂા. ૮ લાખથી વધુની રોકડની લૂંટ કરી ભાગી ગયા હતા. ત્યારબાદ આ ઈજાગ્રસ્તને સારવાર માટે હિંમતનગર સિવીલમાં લવાયો હતો બાદમાં પ્રાંતિજ